વિસનગર: ફરજ પરના UGVCL સ્ટાફ પર લાકડીઓથી જીવલેણ હુમલો: વિસનગરમાં અધિકારીઓને આવેદનપત્ર આપી 'ઝડપી ન્યાય'ની ગર્જના!
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL), વિસનગર 2 પેટા વિભાગની કચેરીના કર્મચારીઓ પર ફરજ દરમિયાન હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટના વિસનગરના થુમથલ ગામે બની હતી, જ્યાં વીજ જોડાણ ચેકીંગ માટે ગયેલા સ્ટાફને ત્રણ શખ્સોએ લાકડીઓ વડે માર માર્યો હતો, જેમાં એક કર્મચારીને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.