બાલિકોટા ગામે રહેતા કનુભાઈ માલીવાડે મોરવા હડફ પોલીસ મથકે તા.1નવેમ્બર શનિવારના રોજ રાત્રે 10.50 કલાકે ફરિયાદ નોધાવી હતી જેમા તેઓએ જણાવ્યુ હતુ કે સુલિયાત ગામે ભલાડા ફળિયા પ્રાથમિક શાળાથી થોડે દૂર શૈલેષકુમાર સગાડાએ ઈકો ગાડીને ઊભી રાખી અને તેઓને માબેન સમાની ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી વિક્રમભાઈને માથામા પત્થર માર્યો હતો અને ઈકો ગાડીનો ડ્રાઈવર સાઇડના દરવાજાનો કાચ તોડી નાખેલ જેથી તેની સામે મોરવા હડફ પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે