વડોદરા : વરણામાં પોલીસે સરાર ગામ પાછળ સ્મશાનવાળા રોડ પરથી ઈકો ગાડીને પકડી હતી.જેમાં ઝઘડિયાના ગોવાલી ગામનો મુકેશ વસાવા અને કરજણના ખેરડા ગામનો જગદીશ વસાવા જણાઈ આવ્યો હતો.ગાડીની પાછળની સીટમાંથી પાંચ લોખંડની રીંગો અને એક થેલીમાં કોપરના વાયરો મળી આવ્યા હતા.જેને જીઆઇડીસીમાં આવેલી ભવાની એન્જિનિયરિંગ નામની કંપનીમાંથી ચોરી કરી વેચવા નીકળેલા હોવાનું જણાવ્યું હતું.પોલીસે 3.42 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ચોરીમાં સામેલ આરીફ પઠાણને વોન્ટેડ જાહેર કર્યો હતો.