ટંકારા: તાલુકાના નાના ખીજડીયા ગામે પ્રસંગ કરવા બાબતે ખાર રાખી બે શખ્સોએ વકિલની કારમાં આગ ચાંપી
Tankara, Morbi | Jun 5, 2025 ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા અને વકિલાત કરતા યુવકના ઘરે માતાજીના પ્રસંગે કુટુંબના માણસો ભેગા થયા હોય ત્યારે આરોપીઓએ પ્રસંગ કરવામાં રજી ન હોય જેથી પ્રસંગ કરવા બાબતે ખાર રાખી યુવક તથા સાથીને ગાળો આપી યુવકની આઇ ટ્વેન્ટી કારમાં આગ લગાવી નુકસાન કરી યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.