લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરતા શખ્સો સામે લાલ આંખ કરી છે.બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં પોલીસે વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂ. ૩,૪૩,૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે વોચ ગોઠવી કાર રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ચાલકે કાર ઉભી રાખી નહોતી. LCB ની ટીમે ફિલ્મી ઢબે પીછો કરતા આરોપીઓ ધાણીથર ગામની સીમમાં સિંધા બાપા મંદિર પાછળ બાવળની ઝાડીમાં કાર મૂકીને નાસી છૂટ્યા હતા.