ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાએ હાડ થીજવતી ઠંડીમાં રાતભર ખનીજ ચોરી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. સાયલાના ચોરવીરા પંથકમાં ગેરકાયદે ખનીજ ખનન પર દરોડો પાડી, તેમણે સ્થળ પર જ જપ્તી અને પંચનામાની પ્રક્રિયા પૂર્ણ કરી, જે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે, ડેપ્યુટી કલેક્ટરે કોઈ ઓફિસ કે વાહનમાં બેસવાને બદલે ખેતરની પાળ પર પડેલા જૂના ખાટલા પર બેસીને કામ કર્યું. ઠંડીથી બચવા માટે તાપણું સળગાવવામાં આવ્યું હતું