જામનગર શહેર: એસપી સૈની દ્વારા શહેર-ગ્રામ્ય ડીવાયએસપી કચેરીનું ઇન્સ્પેકશન
જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા શહેર વિભાગની ડીવાયએસપી કચેરીમાં ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારે શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા તેમજ ગ્રામ્ય વિભાગના ડી.વાય.એસ.પી. આર.બી. દેવધા દ્વારા સૌ પ્રથમ એસ.પી. ડો. રવિ મોહન સૈનીનું પુષ્પ ગુચ્છ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બન્ને કચેરીઓમાં નિરીક્ષણની કામગીરી કરવામાં આવી હતી, અને વર્ષ દરમિયાનની પ્રવૃત્તિ અંગેની વિસ્તૃત માહિતી મેળવી હતી.