ભાવનગર શહેરના રબર ફેક્ટરી નજીકથી એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. શહેરના રબર ફેક્ટરી નજીક પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન શંકાસ્પદ હાલતે એક શખ્સને પોલીસે ઝડપી લઇ તપાસ કરાતા ઘોઘા રોડ પોલીસ મથકમાં નોંધાયેલા ઇંગ્લીશ દારૂના ગુનામાં નવ વર્ષથી નાસતો ફરતો શખ્સ હોય જેને પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.