આજે તારીખ 20/12/2025 શનિવારના રોજ બપોરે 12.30 કલાક સુધીમાં આત્મા યોજના અંતર્ગત સંજેલી તાલુકાના ગરાડિયા ગામે કિસાન ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની ઉપસ્થિતિ રહી હતી.કિસાન ગોષ્ઠિ દરમિયાન ખેડૂતોને આત્મા યોજના હેઠળ મળતી વિવિધ સહાય યોજનાઓ, આધુનિક ખેતી પદ્ધતિઓ, પાક વ્યવસ્થાપન તથા ખેતીમાં આવક વધારવાના ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.