ઉધના: સુરતના પાંડેસરામાં ૧૫ વર્ષીય સગીરાની સાથે રેપ કરનારા યુવકને ૨૦ વર્ષની સખત કેદની સજા
Udhna, Surat | Nov 25, 2025 ૧૫ વર્ષીય સગીરાનું અપહરણ કરીને રેપ કરવાની ઘટનામાં કોર્ટે આરોપી યુવકને તકસીરવાર ઠેરવ્યો હતો અને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. આ સાથે જ કોર્ટે ભોગ બનનારના પરિવારને ૪ લાખનું વળતર ચૂકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને આદેશ કર્યો હતો.પાંડેસરા ભેસ્તાન પાસે સંગમ સોસાયટીમાં રહેતો સંજય જગદીશ ધાલશેએ ગત તા. ૨૪મી માર્ચ-૨૦૨૨ના રોજ એક ૧૫ વર્ષીય સગીરાને કીપેડવાળો મોબાઈલ આપીને તેણીની સાથે વાત કરી હતી.