વિસનગર: સગીરા ગેંગરેપ કેસ, જેલમાં બંધ આરોપીની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી
વિસનગરમાં 15 વર્ષીય સગીરા સાથે 6 નરાધમોએ અપહરણ કરી તેની સાથે અલગ અલગ જગ્યાએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીને પોલીસે ઝડપી લઈ તેમની વિરુદ્ધ પગલા લીધા હતા અને તમામ આરોપીઓને જેલમાં મોકલવામાં દેવામાં આવ્યા હતા. જેમાંથી એક આરોપીએ જેલમાંથી મુક્ત થવા માટે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જો કે મુખ્ય સરકારી વકીલની ધારદાર દલીલોને આધારે કોર્ટે આરોપીની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે.