જોડિયા: બાલાચડી સૈનિક સ્કૂલ ખાતે આજરોજ વાલીઓએ જુદી જુદી માંગને લઈને ધરણા કર્યા
જામનગર જિલ્લાના જોડિયા નજીક આવેલ બાલાચડી સૈનિક સ્કૂલ વિવાદોમાં આવી છે, ગઈકાલે વાલીઓ દ્વારા રાજ્યમંત્રી રિવાબા જાડેજાને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, શાળામાં શિક્ષકોની ઘટ, સ્વિમિંગ પૂલ બંધ, વિદ્યાર્થીઓને થતી હેરાનગતિ સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આજરોજ વહેલી સવારથી જ વાલીઓએ શાળાના ગેટ ખાતે બેસીને શાંતિપૂર્વક ધરણા કરી રહ્યા છે.