વડોદરા: કેપ્ટન કૂલ એમ.એસ.ધોનીને જોવા જીવ જોખમમાં મુક્યો,ત્રિપુટીએ કાફલા પાછળ બાઈક દોડાવી
વડોદરા : શહેરમાં આવેલા કેપ્ટન કૂલ એમ.એસ.ધોનીની સુરક્ષાને લઈ સવાલો ઉઠવા પામ્યા હતા.કાર્યક્રમ બાદ પરત ફરતી વેળાએ તેઓના કાફલા પાછળ ત્રિપુટીએ બાઈક રમફાટ દોડાવી હતી.આટલુંજ નહિ બિલકુલ ધોનીની ગાડી બાજુમાંજ ત્રિપુટી આવી પહોંચી અને ધોની ભાઈ ધોની ભાઈની બુમરાણ માચાવવા સાથે ચાલુ બાઈકે ધોનીનો અને યુવકોએ પોતાનો પણ વીડિયો બનાવ્યો હતો.જો કોઈ અનિચ્છનીય ઘટના બનતી તો જવાબદાર કોણ તેવા સવાલો પણ આ વીડિયો વાયરલ થયા બાદ ઉઠવા પામ્યા છે.