થાનગઢ: થાનગઢ ખાતે બે શખ્સો છરી સાથે ઝડપાતા ગુનો નોંધાયો
થાનગઢ સ્થાનિક પોલીસ મથકના સ્ટાફ દ્વારા બે જુદા જુદા સ્થળો પરથી છરી સાથે બે શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે જેમાં નવાગામના વિડ વિસ્તારમાંથી જગાભાઈ વિઠ્ઠલભાઈ ખીમાણીને છરી સાથે ઝડપી લીધા હતા જ્યારે ખાખરાળી ચોકડી નજીકથી રમેશભાઈ રણછોડભાઈ નંદેશણીયાને છરી સાથે ઝડપી લઇ બંને વિરુધ જિલ્લા મેજિસ્ટ્રેટ હથિયાર બંધી જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.