ગોધરા: તાલુકા સેવા સદન ખાતે એટીવીટીની કામગીરી અટવાઈ પડી, અરજદારો મુશ્કેલીમાં મુકાયા
દૂર દૂરથી જરૂરી દાખલા લેવા માટે આવેલા અરજદારો અટવાઈ પડ્યા, એટીવીટી વિભાગના કોમ્પ્યુટર ઓપરેટરોને એસ આઈ આર ની કામગીરીમાં મૂકી દેવામાં આવ્યા, તાલુકા સેવાસદન ખાતે વહેલી સવારથી આવેલા અરજદારો અટવાયા પડ્યા, એટીવીટી કામગીરી બંધ રહેશે તે પ્રકાર કોઈપણ સૂચના પ્રશાસન તરફથી આપવામાં આવી ન હોવાનું અરજદારો જણાવી રહ્યા છે