ગોધરા: નગરના લોકોને આજ સાંજ થી જ નિયમિત પાણી પૂરવઠો મળશે, નર્મદાની મુખ્ય પાઇપ લાઇનમાં સર્જાયેલ ભંગાણની કામગીરી પૂર્ણ
ગોધરા નગરના લોકો માટે રાહતના સમાચાર છે. બે દિવસ અગાઉ ગોધરાના કાટડી નજીક નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં સર્જાયેલ ભંગાણની રીપેરીંગ કામગીરી આખરે પૂર્ણ થઈ ગઈ છે. ભંગાણના કારણે છેલ્લા બે દિવસથી ગોધરા શહેરના વિસ્તારોમાં નિયમિત પાણી પુરવઠો મળી રહ્યો ન હતો, જેનાથી નગરજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભંગાણ એટલું જોરદાર હતું કે તેમાંથી ઊંચે સુધી પાણીના ફુવારા ઊડતા જોવા મળ્યા હતા, ભંગાણની જાણ થતાં જ નગરપાલિકા દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા. નગર પાલિ