પોશીના: તાલુકાના જોટાસણ નજીક અકસ્માતમાં એક નું મોત નીપજ્યું
આજે સવારે 11 વાગે મળતી માહિતી મુજબ તાલુકાના જોટાસણ નજીક રોડની સાઈડમાં ઉભેલા યુવકને બાઈક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટાઢીવેડીના બાઈક ચાલકનું નીચે પટકાતા મોત નીપજ્યું હતું. જ્યારે રોડની સાઈડમાં ઉભેલા યુવકને પગના ભાગે ઇજાઓ થઈ હતી. ત્યારે આ સમગ્ર મામલે ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.