વડોદરા પશ્ચિમ: શહેરનો કમાટીબાગ વિસ્તાર આજે એક ખાસ સંદેશ માટે ગૂંજી ઉઠ્યો “તમાકુ છોડો, જીવન બચાવો!”
તમાકુ નિષેધ દિવસ નિમિત્તે વડોદરામાં એન.સી.સી.ના નેવલ યુનિટ દ્વારા ખાસ પદયાત્રા અને નુક્કડ નાટકોનું આયોજન કરવામાં આવ્યું. કમાન્ડિંગ ઓફિસર દીપક બહુગુણાની આગેવાનીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં એમ.એસ. યુનિવર્સિટી અને પારુલ યુનિવર્સિટીમાંથી 100થી વધુ એન.સી.સી. કેડેટ્સ જોડાયા હતા.