આજે તારીખ 18/12/2025 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં મોજે રૂવાબારી, તાલુકો દેવગઢ બારીઆ ખાતે GAIL તથા જિલ્લા વહીવટ તંત્ર દાહોદના સંયુક્ત ઉપક્રમે ગેસ લીકેજ થવાના કારણે આગ લાગવાના સંભવિત બનાવને ધ્યાનમાં રાખીને મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મોક ડ્રિલ દરમિયાન દાહોદ જિલ્લાના વહીવટીતંત્રના પ્રતિનિધિઓ સાથે SDRFની ટીમ, પોલીસ વિભાગ, ફાયર ફાઈટર વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ સ્થાનિક રાહત અને બચાવ ટીમો હાજર રહી હતી.