રાજકોટ પૂર્વ: રાજકોટ: આમ્રપાલી અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાવવાની કાયમી સમસ્યાને લઈને કોંગ્રેસ વિરોધ
રાજકોટના આમ્રપાલી અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાવવાની કાયમી સમસ્યાને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે મનપા તંત્રની નિષ્ફળતાનો વિરોધ કરવા માટે જાતે જ બ્રિજમાં સફાઈ અભિયાન ચલાવીને વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી હતી.કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વિરોધ સ્થળ પર પહોંચીને સફાઈ અભિયાન શરૂ કરે અને તંત્ર સામે અવાજ ઉઠાવે તે પહેલાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.