જામનગર: જિલ્લામા માર્ગ અકસ્માતમાં ભોગ બનેલાઓને શ્રધ્ધાજંલિ અર્પણ કરવામાં આવી
જામનગર શહેરના જિલ્લા પંચાયત સામે વિનુ માંકડના પુતળા પાસે આર.ટી.ઓ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને ટ્રાફીક પોલીસે માર્ગ અકસ્માતમાં ભોગ બનનારને શ્રધ્ધાજલિ આપી હતી. જેમાં મીણબત્તી પ્રગટાવીને બે મિનીટનું મૌન પાળીને શ્રધ્ધાજંલિ આપી હતી. આ દરમિયાન ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અકસ્માતની જાણ થાશે તો ૧૦૮ને જાણ કરવાની તેમજ હીટ એન્ડ રનના બનાવમાં ભોગ બનનારને મળતા ફાયદાનો લાભ અપાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.