હાલોલ: હાલોલ MG મોટર્સ પાસે બાઇક અને ટેલર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે લોકોના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા
હાલોલ બાયપાસ રોડ ઉપર ટ્રેલર અને બાઈક વચ્ચે આજે શુર્કવારે સાજના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.બાઇક ટ્રેલર સાથે ભટકાતા બાઇક પર સવાર બે યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે.આ અકસ્માત એમજી મોટરના ગેટ નજીક સર્જાયો હતો.બાઇક ઉપર ત્રણ યુવકો સવાર હતાં.જેમાથી બે યુવકોનુ ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ છે.જ્યારે સાવલીના રહેવાસી વિજય ભોઈને ગંભીર ઇજાઓ થતા વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયો છે