નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોઇલા ગામમાં આ વખતે શક્તિની આરાધનાની સાથે સાથે રાષ્ટ્રભક્તિનો એક અનોખો રંગ ઘૂંટાયો હતો. ગુજરાત રાજ્ય વતી ભારતીય સેનાના અદમ્ય શૌર્યને સમર્પિત 'ઓપરેશન સિંદૂર' શીર્ષક ગરબો વગાડવાના વિશેષ અનુરોધને ચોઇલા ગામે માત્ર સ્વીકાર્યો જ નહીં, પણ તેને ગૌરવભેર ઉજવાયો.ગામના ચોકમાં આયોજિત ગરબા મહોત્સવ એક ઐતિહાસિક અવસર બની રહ્યો. તમામ ખેલૈયાઓ — યુવા-યુવતીઓ, વડીલો અને બાળકો — એક જ સૂરમાં અને એક જ તાલે ગરબ