મુળી: લીયા માધ્યમિક શાળા ખાતે બંધારણ દિવસની ઉજવણી કરાઈ
મૂળી તાલુકાના લીયા ગામે સરકારી માધ્યમિક શાળા ખાતે ભારતીય બંધારણ દિવાની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન વિધાર્થીઓ માટે પ્રસ્તાવના વાંચન, ક્વિઝ, નિબંધ અને પોસ્ટર સ્પર્ધા પણ યોજવામાં આવી હતી જેમાં દરેક વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ સાથે વિધાર્થીઓને બંધારણ વિશે વિસ્તૃત માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.