માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામની સીમમાં દિનેશભાઇ પટેલની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ ધાનપુર દાહોદના વતની બુધલીબેન અશ્વિનભાઈ ધાણકાપગી નામની પરિણીતાએ ગત તા.4ના રોજ ભૂલથી કપાસમાં છાંટવાની દવા વાળા ગ્લાસમાં પાણી પી લેતા ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હોય, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતા આ બનાવની માળીયા પોલીસ શનિવાર સાંજ સાત વાગ્યે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.