ગોધરા: પોલીસ અને ગૌરક્ષકોએ દિલધડક ઓપરેશન હાથ ધરી વાહનનો પીછો કરીને સુખી ચોકડી પાસેથી શંકાસ્પદ માંસનો જંગી જથ્થો ઝડપી પાડ્યો
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ અને ગૌરક્ષકોએ સંયુક્ત કાર્યવાહી કરીને ઈનોવા કારમાંથી શંકાસ્પદ 1680 કિલો માંસનો જથ્થો ઝડપી પાડ્યો. ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવાઈ હતી, પરંતુ ગાડીમાં બેઠેલા ઇસમોએ પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો અને અનેક ટુ-વ્હીલરને અડફેટે લીધા. લાંબા પીછા બાદ ઈનોવાનું ટાયર ફાટતા આરોપીઓ વાહન મુકીને ફરાર થઈ ગયા. પોલીસને વાહનમાં વિશાળ માત્રામાં શંકાસ્પદ માંસ મળ્યું, જેને ગૌમાંસ હોવાની આશંકાએ તપાસ માટે મોકલાયું. કુલ રૂ. 6.36 લાખનો મુદ્દામાલ