બગસરા: બજારમાં આવેલી એક કરિયાણાની દુકાન અને બ્યુટી પાર્લરના શટર તોડી તસ્કરો રૂ. 75,000ની રોકડ ચોરી કરી
શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. મુખ્ય બજારમાં આવેલી એક કરિયાણાની દુકાન અને બ્યુટી પાર્લરના શટર તોડી તસ્કરો રૂ. 75,000ની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી અલગ અલગ દશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.