ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા દારૂબંધી કાયદાનો કડક અમલ ન થતો હોવાનો આક્ષેપ કરીને ડભોઇ પોલીસ મથક ખાતે PI સાહેબને આવેદનપત્ર અપાયું હતું. કૉંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નારાબાજી સાથે સરકારે દારૂબંધી મુદ્દે નિષ્ફળતા દાખવી હોવાનો વિરોધ કર્યો હતો.