વડોદરા : આગામી 31મી ડિસેમ્બર પૂર્વે મકરપુરા પોલીસે મોટી કાર્યવાહી કરી હતી.માણેજા વિસ્તારમાં ચાલી રહેલા દારૂના કટિંગ સમયેજ પોલીસની ટીમે ત્રાટકી સ્થળ પરથી બંધ બોડીના કન્ટેનરમાં છુપાવેલો મોટી કિંમતનો દારૂનો જથ્થો સહિત અન્ય ચાર વાહનો કબ્જે કરી બે શખ્સોની ધરપકડ કરી છે.જ્યારે અન્ય ઈસમો ફરાર થઈ ગયા હતા.ઝડપાયેલો મુદ્દામાલ કરોડોની કિંમતનો હોવાનું અનુમાન છે.હાલ આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો અને કોણે સપ્લાય કર્યો તે દિશામાં પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.