ખેરાલુ: વાવડી ગામે ખેડુત સહાય ફોર્મના 100 રૂપિયા લેવાતા હોવાનું સામે આવ્યું
ખેરાલુના વાવડી ગામે માવઠાથી થયેલ નુકસાનના વળતર માટે ફોર્મ ભરવા આવતા ખેડુતો પાસે 100 રૂપિયા લેવાતા હોવાથી ગામના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. સરપંચ દ્વારા ટીડિઓને જાણ કરવામાં આવી છે પણ કોઇ સાંભળવામાં ન આવ્યું હોવાનું જણાવ્યું છે તો વીસીઈ દ્વારા પણ ઉતારા અને પ્રિંટના પૈસા લેવાતા હોવાનું જણાવી આખી વાતને નકારી કાઢી હતી.. આવો જોઈએ સરપંચે શું કહ્યું ?