રાજકોટ પૂર્વ: હિટ એન્ડ રન: સાધુ વાસવાણી રોડ પર અજાણ્યા વાહન હડફેટે 50 વર્ષીય રાજેશભાઈ બોરીચાનું મોત
રાજકોટના સાધુવાસવાણી રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં અજાણ્યા વાહન હડફેટે 50 વર્ષીય રાજેશભાઈ બોરીચાનું મોત નીપજ્યું હતું. રાજદીપ સોસાયટીમાં રહેતા મૃતક ફર્નિચર કામ કરતા હતા. ગઈકાલે કામ પતાવી સાંજે એક્ટિવા પર ઘરે જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. રાજેશભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં આજે વહેલી સવારે દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો. પોલીસે અકસ્માત સર્જનાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.