રાજકોટ પૂર્વ: રાજકોટમાં સૌરાષ્ટ્રના પ્રથમ 145 મીટર ઉંચાઇના બિલ્ડીંગ પ્લાનને મંજૂરી : 38 માળ બંધાશે
રાજકોટ મહાનગરના સ્માર્ટ અને આધુનિક વિકાસના પ્લાન આગળ વધી રહ્યા છે અને ભુતકાળ, વર્તમાન સાથે ભવિષ્યનું રાજકોટ કેવું વિકસીત હશે તેનું પ્રતિબિંબ આર્ટ ગેલેરી ખાતેના પ્રદર્શનમાં પણ મહાપાલિકાએ રજુ કર્યુ છે ત્યારે રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્રની સૌપ્રથમ એવી 145 મીટર ઉંચી, 446 ફુટની અને 38 માળની બિલ્ડીંગના પ્લાનને મંજૂરી આપવામાં આવી છે.