રાજકોટ પશ્ચિમ: મુખ્યમંત્રીના રાજકોટ આવવાના રદ થયેલ કાર્યક્રમ વિશે નયનાબેન પેઢડીયાએ નિવેદન આપ્યું
આજરોજ મહાનગરપાલિકાના સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 547 કરોડના કાર્યોનું લોકાર્પણ થવાનું હતું. પરંતુ, તેઓ અન્ય કામોમાં વ્યસ્ત હોવાને કારણે રાજકોટ આવી શક્યા નહોતા. આ વિશે આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ મેયરશ્રી નયનાબેન પેઢડીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અન્ય કામોમાં વ્યસ્ત હોવાને કારણે આવી શક્યા નથી હવે તેઓ 22 તારીખે રાજકોટ પધારશે અને તમામ કાર્યોનું લોકાર્પણ કરશે.