તિલકવાડા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘એકતા પ્રકાશ પર્વ’ નું ભવ્ય આયોજન કરાયું. પ્રવાસીઓની ઉમટી ભારે ભીડ
નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલમાં ચાલી રહેલા એકતા પ્રકાશ પર્વ–2025ને નિહાળવા માટે પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી રહી છે. રાત્રિના સમયે રંગબેરંગી રોશનીના ઝળહળાટ વચ્ચે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાની ઝાંખી માણવા દેશના વિવિધ રાજ્યો તથા વિદેશથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.