હળવદ: હળવદના સુસવાવ ગામની સીમમાં થયેલી મોટર ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો, 6 આરોપીની ધરપકડ કરતી પોલીસ
Halvad, Morbi | Nov 21, 2025 બે દિવસ પહેલા એટલે કે 18 નવેમ્બરના રોજ હળવદ તાલુકાના સુસવાવ ગામની ગોરાસરી નામથી ઓળખાતી સીમમાં ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ પર ખેડૂતોએ મૂકેલી ઈલેક્ટ્રીક મોટરની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે મોરબી ક્રાઈમ બ્રાંચે ચોરી કરતી ગેંગના 3 શખ્સો તથા ચોરીનો માલ રાખના સહિત કુલ 6 આરોપીઓને કુલ રૂપિયા 4 લાખ 90 હજારના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.