તિલકવાડા: તિલકવાડા ની રેવા ગ્લોબલ સ્કૂલ ખાતે તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભ 2025 કાર્યક્રમ શુભારંભ. શાળાના પ્રિન્સીપાલ આપી માહિતી
તિલકવાડામાં સ્થિત રેવા ગ્લોબલ સ્કૂલમાં પણ દબદબાભેર ખેલ મહાકુંભ 2025 ના શુભારંભ કરવામા આવ્યો. આ ખેલ મહાકુંભ ની ઉજવણીમાં પ્રથમ દિવસે કબડ્ડીનો સ્પર્ધા યોજાઈ. તે ઉપરાંત ચેસ અને યોગાસન સ્પર્ધા યોજાઈ. આગામી દિવસોમાં ખોખો એથ્લેટિક્સ વોલીબોલ રસી ખેંચ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાશે. તિલકવાડા રેવા ગ્લોબલ સ્કૂલ ખાતે આયોજિત આ ખેલ મહાકુંભમાં પ્રથમ દિવસથી જ ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો ભાગ લઈ રહ્યા છે. અને દબદબાભેર ખેલ મહાકુંભ ની ઉજવણી કરવામાં આવી રહી છે.