વડોદરા : શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી,તે દરમિયાન વિશ્વામિત્રી બ્રિજ ગુજરાત ટ્રેક્ટર પાસેથી આકાશ ભાલીયા નામના ઈસમને અટકાવી તપાસ કરતા ગોત્રી પોલીસ સ્ટેશન હદમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો હતો,તેણે રાત્રિના સમયે ગોત્રીમાં ડીટેલિંગ ડેવિલ્સ નામના બંધ શોરૂમની બારી તોડી શોરૂમની અંદર પ્રવેશી તેમાં મુકેલા ડ્રેગન પીપીએફ લાઈટના ચાર નંગ બોક્સની ચોરી કરી હતી.જે આધારે પોલીસે ચોરીનો 3.20 લાખના મુદ્દામાલ કબજે કરી તેની અટકાયત કરી હતી.