રાત્રિના સમયે પગપાળા જતા રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ભાગી જતા બે રીઢા આરોપીઓ ની ઉત્રાણ પોલીસે ધરપકડ કરી છે.છેલ્લા 15 દિવસથી સતત સીસીટીવી કેમેરાની તપાસ કરી આરોપી શિવમ ઉર્ફે છોટુ બઘેલ અને વિકાસ સિંગ ને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.આરોપીઓ પાસેથી એક મોટર સાયકલ અને છ જેટલા ચોરીના મોબાઈલ જપ્ત કર્યા છે.જે મોબાઇલ અંગેની વધુ તપાસ ઉત્રાણ પોલીસે હાથ ધરી છે.