સરહદી રાપર તાલુકાના આંગણવાડીના પર કેન્દ્રોના આધુનિકરણ, મરમ્મત અને ૪૦ને દીવાલ બનાવવાના કામના આયોજન સાથે બાળકોના શિક્ષણ અને પોષણ સ્તરને સુધારવા વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે. આંગણવાડી કેન્દ્રોને વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનાવવા જુદી જુદી યોજનાઓ હેઠળ રીનોવેશન અને મરમ્મતની ૧૩ કેન્દ્રોમાં કામગીરી પૂરી કરાઈ છે. જ્યારે ૨૯ જગ્યાએ કામગીરી પ્રગતિમાં છે.