ધ્રોલના એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઈ હતી, જેમાં ૫૦ શાળાના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. લેખિત ક્વિઝ દ્વારા શ્રેષ્ઠ ૧૦ વિદ્યાર્થીઓને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદ કરવામાં આવ્યા. તમામને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં આઈ.ટી. પ્રત્યે જાગૃતિ અને જ્ઞાન વધારો કરવાનો હતો.