આજે તારીખ 20/12/2025 શનિવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં 130-ઝાલોદ વિધાનસભા મતવિભાગમાં મતદાર નોંધણી અધિકારી દ્વારા SIR અંતર્ગત મતદાર યાદી મુસદ્દા પ્રસિદ્ધિ અંગે રાજકીય પક્ષોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.બેઠક દરમિયાન મતદાર યાદી પ્રસિદ્ધિની પ્રક્રિયા તેમજ હક્ક-દાવા અને વાંધા સંબંધિત અરજીઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મતદાર યાદીમાં નામ ઉમેરવા, નામ કાઢવા તથા સુધારા કરવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપ્યું.