વડોદરા: ત્રણ ઝોનમાં 147 સેન્ટર ઉપર ટેટની પરીક્ષા લેવાઈ, 30,475 પરિક્ષાર્થી નોંધાયા
વડોદરા : શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાના 147 કેન્દ્ર ઉપર ટેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.ટેટની પરીક્ષામાં કુલ 30,475 પરિક્ષાર્થીઓ નોંધાયા હતા.આ પરીક્ષા કેન્દ્રોમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.આ પરીક્ષામાં પાસ થનાર પરીક્ષાર્થીઓ શિક્ષક બનવા માટે યોગ્યતા ધરાવશે.શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવા માટે તંત્રએ પૂર્વ આયોજન કરી દીધું હતું.જ્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પરિક્ષા પૂર્ણ થઈ હતી.