સુરત: શહેરમાં જાહેર પરિવહન સેવા BRTS બસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાય-જંકશન પાસે એક મહિલા મુસાફરે સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાઈને બસ ડ્રાઇવર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ડ્રાઇવરને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે.BRTS બસ જ્યારે વાય-જંકશનથી પસાર થઈ રહી હતી, ત્યારે બસમાં સવાર એક મહિલા મુસાફરે ડ્રાઇવરને અધવચ્ચે બસ ઊભી રાખવા માટે દબાણ કર્યું હતું. ડ્રાઇવરે નિયમ મુજબ જણાવ્યું હતું કે, "આગળ સ્ટોપ નથી, એટલે બસ અહીં ઊભી રહી શકે નહીં.