વડોદરા: ટ્રેનોમાં નશાકારક પદાર્થોની હેરાફેરી,પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી મોટા પ્રમાણમાં બિનવારસી ગાંજાનો જથ્થો મળી આવ્યો
વડોદરા : ઓરિસ્સાથી આવતી લાંબા અંતરની ટ્રેનોમાં નશાકારક ગાંજાની હેરાફેરી યથાવત રહેવા પામી છે.ત્યારે,એસઓજીના ચેકીંગ દરમિયાન પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચના શૌચાલય પાસે એક બિનવારસી બેગમાંથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.9.93 લાખની કિંમતનો ગાંજાનો 19.860 ગ્રામ જથ્થો કબજે કરી વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથધરી છે.