વડોદરા પૂર્વ: સુભાનપુરા ગાર્ડન પાસે દબાણ શાખા દ્વારા વધારાના દબાણ દૂર કરાયા.
હાલ દબાણ શાખા દ્વારા દબાણોનો રાફડો ફાટતા દબાણ શાખા એક્શનમાં છે. સુભાનપુરા ગાર્ડન પાસે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકાની જગ્યામાં કરાયેલા દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન વોર્ડ નંબર ૧૧ના કાઉન્સિલર મહાલક્ષ્મી શેટીયારે હાજર રહ્યા હતા અને એ જગ્યાને સ્વચ્છ રાખી સ્થાનિક લોકોને ઉપયોગી થાય તે રીતની કામગીરી કરશે.