ગુજરાતમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા, ઉજવણી કરવા અને સશક્ત કરવા માટે રાજયવ્યાપી પ્લેટફોર્મ બનાવવા માટે તા. ૧૧/૧૨/૨૦૨૫ થી ૨૩/૧૨/૨૦૨૫ દરમિયાન સમગ્ર રાજ્યમાં "સશકત નારી મેળાઓ" નું આયોજન કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે જે અંતર્ગત દાહોદ જિલ્લામાં સશક્ત નારી મેળાનું સુચારું આયોજન માટે રાજ્યકક્ષાના મંત્રીશ્રી રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને જીલ્લા સેવા સદન દાહોદ ખાતે બેઠક યોજાઇ હતી.