ધરમપુર: પોલીસે માલન પાડા સ્વામિનારાયણ મંદિર સામે થોડી દુર ત્રણેય ઈસમોને હાર જીતના જુગાર રમતા ઝડપી પાડ્યા
સોમવારના 3 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ ધરમપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી. જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે માલનપાડા સ્વામિનારાયણ મંદિરની સામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે સ્થળ રેડ કરી ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા. અને કુલ ₹ 990 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ કિરણ શંકરભાઈ માહલા અને હિતેન્દ્રકુમાર દેસાઈ તેમજ કલ્પેશભાઈ કૌશિકભાઈ ભોયા આ ત્રણને ઝડપી લીધા હતા.