પલસાણા: માનસિક અસ્થિર 70 વર્ષીય વૃધ્ધા તાતીથૈયાથી ગુમ: કડોદરા પોલીસે શોધખોળ શરૂ કરી, પરિવાર ચિંતિત.
Palsana, Surat | Nov 21, 2025 મૂળ વતની મહારાષ્ટ્રના અકોલાના અને હાલ તાતીથૈયા ખાતે મહાદેવ-૦૨ રેસીડેન્સી, મકાન નં. ૧૪૨માં રહેતા રામદાસ જવકેની માતા તારાબાઈ પરસરામ જવકે (ઉં.વ. ૭૦) તા. ૧૦ જુલાઈ, ૨૦૨૫ના રોજ સવારે આશરે ૮ વાગ્યે ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના નીકળી ગયા હતા અને ત્યારથી તેઓ ગુમ છે. તારાબાઈ માનસિક રીતે અસ્થિર છે. તેમનું કદ મધ્યમ, રંગ શ્યામ, ઊંચાઈ આશરે ૫ ફૂટ છે. તેઓ ગુમ થયા ત્યારે મરૂન રંગનો બ્લાઉઝ અને લાલ રંગની ડિઝાઇનવાળી સાડી પહેરેલી હતી.