રાપર: ખેંગારપર ગામે પરોઢે 4 વાગ્યા થી ધરતીપુત્રો ખાતર લેવા લગાવી કતારો,વાગડના ખેડૂત ફરી ખાતરની કટોકટીથી ઝઝૂમ્યા.
Rapar, Kutch | Nov 24, 2025 સમગ્ર કચ્છ જિલ્લામાં સૌથી વધુ વાવેતર કરતો રાપર તાલુકો આ વર્ષે ફરી ખાતરની કટોકટીથી ઝઝૂમી રહ્યો છે રાપર તાલુકાના ખેંગારપર ગામે ખાતર લેવા પરોઢે 4 વાગ્યાથી ખેડુતોએ લાંબી લાઇન લગાવી છે. રવિ પાકના વાવેતરની સીઝનમાં ખાતરની તીવ્ર અછત ઊભી થતાં ખેડૂતોને વહેલી સવારથી જ લાંબી લાઈનમાં ઊભા રહેવાની નોબત આવી છે.રાપર અને આજુબાજુના ગામોમાં સહકારી ખરીદ-વેચાણ સંઘ તથા ખેડૂતોની મંડળીઓ ખાતે સતત ભારે ભીડ જોવા મળી રહી છે.