અંજાર: પૂર્વ કાઉન્સિલરને શ્રધ્ધાંજલી આપવા માટે અંજાર નગર પાલિકા મધ્યે શોકસભા યોજાઈ
Anjar, Kutch | Nov 25, 2025 અંજાર નગરપાલિકામાં કાઉન્સિલર તરીકે સેવા આપી ચૂકેલા સ્વ. જેરામભાઈ ભગવાનજીભાઈ રાવરિયા (બબા કાકા) નું દુઃખદ અવસાન થતા અંજાર નગરપાલિકામાં શોકની લાગણી ફેલાઈ હતી.સદગતને શ્રદ્ધાંજલિ આપવા માટે અંજાર નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશગિરિ મોરારગિરિ ગોસ્વામીના અધ્યક્ષસ્થાને તેમની ચેમ્બર મધ્યે એક શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.